વ્હાલા મિત્રો
નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ અમરેલી અને નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા આપના સુખાકારી,સ્વસ્થ ,નીરોગી જીવન માટે અતિ ઉપયોગી ” હેલ્થ ટીપ્સ” વિભાગ ની શરૂઆત કરવામાં આવી છે. અમારી વેબસાઈટ www.nctayurvedacollege.in ના માધ્યમ વડે આપ સૌ નિયમિત રીતે સ્વાસ્થ્ય,નીરોગી જીવન,પોષક આહાર, રોજ બરોજ ની નાની મોટી સ્વાસ્થ્યને લગતી સમસ્યાના નિવારણ સબંધી જાણકારી,માહિતી અને માર્ગદર્શન જે તે વિષયના નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેળવી શકશો.
” સ્વસ્થ રહો ખુશ રહો ”
આર્ટીકલ ૧ – ” દૂધ “
દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
ગાય ના દુધના માં રહેલા પોષક તત્વો અને તેનું મહત્વ.
ગાયના દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક ઓમેગા-૩ ફેટી એસીડ (Omega-3 Fatty acid) વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તથા Cerebroside (સેરીબ્રોસાઇડ) નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક બને છે. તે ‘‘બ્રેઇન ટોનીક’’ છે. ગાયના દૂધમાં જ ‘‘સ્ટ્રોન્શીયમ’’ (Strontium) નામનું તત્વ છે. જે અણુવિકિરણો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ગાય ના દૂધ માં વધુ માત્ર માં વિટામીન એ, વિટામીન ડી, અને ફોસ્ફોરસ હોય છે. તે શરીર માં કેલ્શિયમ ના શોષણ કરવામાં મદદ કરે છે. તે જીવન માં આવતી બીમારીઓ જેવીકે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ની શક્યતા ઘટાડે છે. ગાય ના દૂધ માં કેલ્શિયમ ભરપુર માત્ર માં હોય છે. તે તમારા બાળકના દાંત અને હાડકા મજબુત બનાવે છે. કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો વધારે હોવાથી તે બાળકો માં સ્નાયુઓનું નિયંત્રણ અને બાળક ની પ્રવૃતિઓ માં વધારો કરે છે. ગાયના દૂધમાં કાર્બોહાઇડ્રેટ પણ હોય છે જે તમારા બાળક ને દિવસ દરમિયાન ચુસ્ત રાખે છે.
સફેદ રંગનું કેમ હોય છે?
આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે .
દૂધનું આયુર્વેદમાં મહત્વ
આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહિતામાં જણાવ્યા મુજબ ‘ગવ્યં દશગુણં પય:’, એટલે કે, ગાયના દૂધમાં દશ ગુણ છે. મહર્ષિ ચરક ના ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને ‘ક્ષીરં જીવયતિ’ કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.( માહિતી સોર્સ – ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય )સ્વસ્થ,નીરોગી અને તાજગીભર્યા જીવન માટે રોજ ગાયનું દૂધ નું સેવન કરીએ…. તો જાગ્યા ત્યાંથી સવાર!
सवेँ सन्तु निरामय
” સ્વસ્થ રહો ખુશ રહો “વિષય આધારિત નવી નવી ઉપયોગી માહિતી મેળવવા અમારી વેબ ચેનલ ને નોટીફીકેશન ( red bell) બટન દબાવીને સબસ્ક્રીબ કરો .
નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ અમરેલી .
નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આર્યુવેદિક હોસ્પિટલ