આધાશીશી (Migraine) એક એવી સમસ્યા છે જેના લીધે લોકોની કાર્યશૈલી ખોરવાય છે. રીસર્ચના આંકડાઓ પ્રમાણે આધાશીશી ત્રીજો સૌથી સામાન્ય રીતે થતો અને સાતમો સૌથી વધારે રોજિંદી જીંદગીમાં ખલેલ કરતો રોગ છે. લોકો આ સમસ્યાથી બચવા માટે Pain killer Painનો ઉપયોગ કરે છે. પરંતુ તે આધાશીશીના કારણો ? આયુર્વેદના ગ્રંથ ચરક સંદીતામાં આપેલ કારણો છે. सन्धारणात दिवास्वपनात् रात्रि जागरणात् मदात મતલબ છે. ભૂખ, છીંક, નિંદ્રા, બગાસું જેવા કુદરતી વેગોનું ધારણ દિવસમાં લીધેલી ઊંઘ રાત્રે કરેલું જાગરણ, આલ્કોહોલનું કરેલું સેવન, પાચન ન થયું હોય છતા વારંવાર ખોરાક લેવો, તીવ્ર સુગંધ લેવી, ધૂળ ધુમાડા વાળા વાતાવરણમાં જવું, વધારે ઠંડુ પાણી પીવું, આ અને આવા અનેક કારણો આપેલા છે.
આ દરેક કારણો પર વિચાર કરતા એવો નિષ્કર્ષ કરી શકાય કે આ દરેક કારણ આપણી રોજિંદી જીવનશૈલી સાથે જોડાયેલ છે. દા. ત. – शीताम्बुसेवन મતલબ ઠંડુ પાણી પીવું. હાલમાં દરેક વ્યક્તિ ફક્ત ફ્રીજના પાણી પીવાજ ટેવાયેલો છે. મોબાઈલ અને કોમ્પુટરના યુગમાં દરેક વ્યક્તિ રાત્રીની પૂરી ઊંઘ નથી લઇ શકતા કામ અને પૈસા બનવાનીઆંધળી દોટમાં કુદરતી વેગ જેવા કે ભૂખ, નિંદ્રા વગેરેનું ધારણ કરે છે.
આ સંપૂર્ણ ચર્ચાનો નિષ્કર્ષ એજ કરીશકાય કે આધાશીશી આપણી ખોટી જીવનશૈલીના લીધે થતો રોગ છે. જેને Lifestyle Disorder તરીકે ઓળખાય છે. તો આ સમસ્યાનો હલ પણ એકદમ સરળ છે. તમારી ખોટી જીવનશૈલીમાં સુધારો. દિવસે ઊંઘ ન લેવી, રાત્રે જાગરણ ન કરવું, માટલાનું પાણી પીવું, ભૂખ લાગે ત્યારે જ અને જેટલી ભૂખ હોય એ પ્રમાણે જ આહાર લેવો. પાચન ન થયું હોય ત્યાં સુધી બીજો ખોરાક ન લેવો. આલ્કોહોલ ન લેવો, વધારે મોટેથી ન બોલવું, મોબાઈલ, કોમ્પુટર નો ઉપયોગ જરૂરી હોય ત્યારેજ કરવો. આ બધા સરળ ઉપાયો છે. આયુર્વેદમાં શિરોધારા, નસ્ય, શીરોઅભ્યાંગ, અગ્નીકર્મ, ઉપનાહાસ્વેદ, આધાશીશી માટેની અક્ષીર સારવાર છે. તો આધાશીશી નાં દર્દીઓને સચોટ સારવાર માટે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લેવી.
ડૉ. ભાગ્યશ્રી ભીમાણી
MD. KAYCHIKITSA(ayurved)
Netra chikitsa trust ayurved hospital
Amreli.
Helpline – 91 04 50 25 78
Time – 10:30 to 1 :00 pm