સુવર્ણપ્રાશન
सुवर्णप्राशनं हि ऐतत् मेघाग्निबलवधॅनम् ।
आयुष्यं मङलं पुण्यं वृष्यं वण्यँ ग्रहापहम्।।
मासात् परममेघावी व्याधिभिनॅच धृष्यते।
षडि्भमासैः श्रुतधरः सुवर्णप्राशनाद् भवेत्।।
સુવર્ણપ્રાશન એ આયુર્વેદે આપેલ એક સંસ્કાર છે. સુવર્ણપ્રાશન ની બનાવટમાં શુદ્ધ સોનાનો ઘસારો મધ – બ્રાહ્મી –શંખપુષ્પી-વચા-જ્યોતિષ્મતિ જેવા યાદશક્તિ વધારનાર દ્રવ્યો ,ગડુચી –કીરાતતિક્ત –ભૂમિઆમલકી જેવા રોગ પ્રતિકારક શક્તિ વધારનાર દ્રવ્યો, અજમોદા- ત્રિકટુ-શતપુષ્પા-બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ જેવા પાચનશક્તિ વધારનાર , પાચનમાર્ગનાં રોગો,શ્વસન માર્ગના રોગોથી રક્ષા કરનાર અને ભૂખ ઉઘાડનાર દ્રવ્યો તથા વિડંગ જેવી કૃમિનાશક દ્રવ્યોનો ઉપયોગ થાય છે .
સુવર્ણપ્રાશન સંસ્કાર થી બાળક , સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત રહે છે . બાળકની યાદશક્તિ , મેઘાશક્તિ ,ગ્રહણશક્તિ ,પાચનશક્તિમાં વધારો થાય છે . બાળક મેઘાવી અને પ્રતિભાશાળી બને છે . બદલાતી ઋતુ, ખોરાક – પાણી નાં લીધે થતા એલર્જીક રોગો થતા નથી અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે .
કાશ્યપ સંહિતામાં સુવર્ણપ્રાશનનાં ફાયદા દર્શાવતા કહેલ છે કે તે મેઘા અને અગ્નિ વધારનાર છે .આયુષ્ય વધારનાર છે . બાળકને કોઈ પણ પ્રકારના રોગો થતા નથી અને જે બાળક છ મહિના સુધી સતત સુવર્ણપ્રાશનનું સેવન કરે છે એવા બાળકો ને સાંભળેલી વસ્તુ પણ તરત જ યાદ રહી જાય છે
આયુર્વેદમાં પુષ્યનક્ષત્રનું ખૂબ જ મહત્વ છે .આ કારણે નેત્રચિકીત્સા આયુર્વેદ હોસ્પિટલમાં પુષ્યનક્ષત્રનાં શુભ અવસરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે .
તારીખ-૨૭/૦૨/૨૦૧૮ નાં રોજ થયેલા આ કેમ્પમાં ૭૦૦ થી વધારે લાભાર્થીઓ એ આ કેમ્પનો લાભ લીધેલો છે .
આગામી દરેક પુષ્યનક્ષત્રમાં પણ નેત્રચિકીત્સા આયુર્વેદ હોસ્પિટલ માં આ પ્રકારનો કેમ્પ યોજાશે તો દરેક વાલીઓને પોતાના બાળકો ને આ કેમ્પમાં સુવર્ણ પ્રાશન આપવા નમ્ર વિનંતી .
નેત્ર ચિકિત્સા આર્યુવેદિક હોસ્પિટલ
ગોળ દવાખાનું ,ચિતલ રોંડ .અમરેલી.
(02792) 223316, 220620