સમયની સાથે-સાથે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબાગાળાની બીમારીઓ જેવીકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અપચો વગેરે માટે નિયમિતપણે દવા લેતા ઘણાબધા લોકો તમારી આસપાસ જોવા મળશે. આ પ્રકારની બીમારીઓમાં સપડાયેલા દર્દીઓને જીવનભર નિયમિતપણે દવાઓ લેતા રહેવું પડે છે જે લાંબાગાળે શરીરમાં બીજી આડ અસરો પણ ઉભી કરે છે, જેને કારણે બીજી બીમારીઓ પણ ઉદ્ભવે છે. શું દવા સિવાય આવી બીમારીઓનો બીજો કોઈ ઈલાજ નથી?….ચોક્કસ થી છે,અને એ છે આદર્શ ભોજન પરિચર્યા..
ભોજન પરિચર્યા
જ્યારે આહાર પરીચર્યાની વાત થાય ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન, ક્યારે આહાર લેવો? કેટલો આહાર લેવો? કયો આહાર લેવો? અને કયો આહાર ન લેવો? આહાર ગ્રહણ ના નિયમો શું છે ? વગેરે….
પ્રથમ વાત કરીએ…..
આહાર ક્યારે લેવો જોઈએ?
અગ્નિ પ્રદીપ્ત થયા પછી એટલે કે ભૂખ લાગ્યા બાદ, ઓડકાર શુદ્ધ આવે ત્યારબાદ ભોજન લેવાની ઈચ્છા થયા બાદ, વાયુ, મળમૂત્ર નાં આવેલા વેગને ત્યાગ કર્યા બાદ ભોજન કરવું જોઈએ.
- આહાર કેટલો લેવો?
~ मात्राशी स्यात्… આચાર્ય ચરક નાં જણાવ્યા અનુસાર, માત્રાપુર્વક ભોજન કરવું જોઈએ. હવે પ્રશ્ન એ થશે કે માત્રા એટલે શું? આ પ્રશ્નનો સુંદર જવાબ છે, मात्रा पुनः अग्निबल अपेक्षीणी અર્થ છે માત્રા એ છે જે વ્યક્તિના અગ્નિબલ (Appetite) પ્રમાણમાં હોય છે. જે માત્રા ભોજન કરવાવાળી વ્યક્તિની પ્રકૃતિમાં ખલેલ કર્યા સિવાય યથા સમયમાં પાચન થાય એ માત્રા જે તે વ્યક્તિ માટે ની યોગ્ય માત્રા છે.
~ આહાર માત્રાની સાથે આહારનો સ્વભાવ મતલબ કે ખોરાક હલકો છે કે ભારે આ મુજબ પણ આહારમાત્રા નક્કી થાય છે. જો ખોરાક ભારે હોય તો અગ્નિ નો ૧/૨ અથવા ૧/૩ જેટલી જ આહારમાત્રા લેવી અને હલકો ખોરાક પેટ ખાલી રાખીને લેવો.
માત્રા પૂર્વક ભોજનથી થતા ફાયદા.
~ વ્યક્તિના બળ,વર્ણ,સુખ અને આયુષમાં વધારો થાય.
~ વ્યક્તિ નીરોગી રહે.
- સ્વભાવથી જ હલકો ખોરાક.
~ ભાત,મગ,આમળા,જવનો લોટ,દૂધ,મધ.
- સ્વભાવથી ગુરૂ એટલે કે ભારે ખોરાક.
~ શેરડી ની બનાવટ,દુધની બનાવટ,તલ,અળદ,મેંદાની બનાવટ…
- કેવો આહાર લેવો જોઈએ?
~ उष्ण ભોજનનું પાચન શીઘ્રતાથી થાય.
~ स्निग्ध અગ્નિ તીવ્ર થાય તથા પાચન શીઘ્રતા થી થાય.
~ मात्रा पूर्वक भोजन અગ્નિ ને કષ્ટ આપ્યા સિવાય ભોજનનું પાચન તથા પૂર્ણરૂપ થી આયુષ્ય માં વધારો કરે.
~ जीर्ण भोजन પ્રથમ કરેલું ભોજન પાચન થયા બાદ ભોજન કરવું, ભોજનનુ પાચન થયા પહેલા જ જો ફરી ભોજન કરવામાં આવે ત્યારે શરીર ની રસાદિ ધાતુઓને દુષિત થઈને લાંબા સમયે રોગની ઉત્પતિ થાય છે.
~ विरुद्ध भोजन વિરુદ્ધ આહાર ન લેવો જોઈએ આ પ્રકારના આહાર સેવન થી રોગ ઉત્પતિ થાય છે. દા.ત. દૂધ સાથે લવણ (નમક).
~ इष्टदेशे भोजन મન ને અનુકુળ હોય એ પ્રકારના સ્થાન પર બેસી ને ભોજન કરવું જોઈએ. અપ્રિય સ્થાન પર બેસીને કરેલ ભોજનનું યથા યોગ્ય પાચન થતું નથી .
~ शीघ्रता पूर्वक भोजन ન કરવું જોઈએ શીઘ્રતાથી ભોજન કરવાથી ભોજન પાચનમાર્ગ સિવાયના માર્ગમાં જઈને રોગ ઉત્પન્ન્ન કરે છે.
~ અતિવિલંબિત ભોજન પણ ન કરવું જોઈએ. અતિવિલંબિત અથવા તો ધીમે ધીમે ભોજન કરવાથી તૃપ્તિ થતી નથી અને ભોજનની માત્રામાં વધારો થાય છે, જેથી મેદસ્વિતા જેવા રોગો થવાની સંભાવના રહે છે.
~ तन्मना भुगजीत વાતચીત કરતા,હસતા હસતા ભોજન ન લેવું જોઈએ, ભોજન મન લગાવીને કરવું જોઈએ. ~ વાતચીત કરતા અથવા હસતા હસતા કરેલ ભોજન દરમિયાન ભોજન અન્નમાર્ગ સિવાયના માર્ગે જવાની સંભાવના છે.
~ ભોજન અત્યંત વધારે માત્રામાં કે અત્યંત ઓછી માત્રા માત્રામાં પણ ન કરવું જોઈએ.
~ અત્યંત ઓછી માત્રામાં કરેલ ભોજન શરીર ના બલ,વર્ણ અને આયુષ્યનો ક્ષય કરે છે અને વાયુથી થતા રોગો ઉત્પન્ન કરે છે.
~ અત્યંત વધારે માત્રામાં કરેલ ભોજન ઉલટી,ગેસ,અપચો,પેટનો દુખાવો,આળસ,શરીર ભારે લાગવું જેવા રોગો ઉત્પન્ન કરે છે…