ચિકિત્સામાં જળોનો ઉપયોગ પુરાતન કાળથી વિવિધ રોગોના ઈલાજ માટે થતો આવ્યો છે.આ પદ્ધતિ દ્વારા સ્થાનિક અશુધ્ધ રક્તને બહાર કાઢી ઘા ને રુજાવવામાં મદદ કરવામાં આવે છે. આયુર્વેદના મતે જળોચિકિત્સા એક અનુશસ્ત્ર ચિકિત્સા પદ્ધતિ છે. પોતાની રોગનિવારક ક્ષમતાને લીધે જળો ચિકિત્સા આજના સમયમાં ખુબજ અસરકારક છે.
જળો ચિકિત્સાનું વર્ણન આચાર્ય સુશ્રુત દ્વારા લિખિત સુશ્રુત સંહિતામાં જોવા મળે છે.તેમણે જળોના સ્વભાવ,વસવાટ,જળો લગાવવાની પદ્ધતિ તથા રોગો જેવાકે વિસર્પ,ચામડીના રોગોમાં જળોના ઉપયોગનું સવિસ્તાર વર્ણન કર્યું છે.
જળોની આશરે ૧૦૦ જેટલી જાતો છે,તેમાંથી માત્ર ૧૫ જેટલી જ ચિકિત્સા માટે વાપરી શકાય છે.મધ્યકાળમાં જળોચીકીત્સા ખુજ જ લોકપ્રિય બની હતી.આયુર્વેદના મતે જળો માત્ર અશુદ્ધ રક્તનું જ પાન કરે છે.જળો ચિકિત્સા લોહીના દબાણને ઓછું કરી રકતનું પરિભ્રમણ વધારે છે.
રોગો જેવાકે-
ચામડીના રોગો,ધમનીના રોગો,શીરાનું ફૂલવું,ખીલ,ના રુઝાતા ઘા,મધુમેહના લીધે થતા ચાંદા,ફોલ્લીઓ,ગુમડા,રાંજણ,લોહીના ગઠ્ઠા,સોરીયાસીસ,ઉદરી વગેરે માં જળો ચિકિત્સા લાભદાયી છે.
કાર્યપદ્ધતિ
જળોની લાળમાં ઘણા ઉત્સેચકો રહેલા હોય છે,જળો જે જગ્યાએથી રક્તનું પાન કરે ત્યાંથી આ ઉત્સેચકો રક્તમાં ભળે છે.આ બધામાં સૌથી મહત્વનું તત્વ છે હિરુડીન જે રકતને ગંઠાવા દેતુ નથી.આ તત્વને લીધે શીરોઓનું વીસ્ફારણ થાય છે જેથી આસપાસના કોષોને પુરતું રક્ત મળી રહે છે જેને લીધે સડો થતો નથી અને ઘા જલ્દી થી રૂઝાય છે. આ ઉપરાંત તેમાં કેટલાક તત્વો એવા પણ રહેલા છે જે એલર્જી સામે રક્ષણ કરે છે જેથી રોગના લક્ષણો ઓછા થાય છે અવશ્ય મુલાકાત લેવી
નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ
ચિતલ રોડ, – અમરેલી