આયુર્વેદીક પદ્ધતિ થી બનાવામાં આવેલ ચ્યવનપ્રાશ નેત્રચિકીત્સા આયુર્વેદ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે.
ચ્યવનપ્રાશ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. ચ્યવનપ્રાશનાં ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. તેને બનાવવા માટે અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે જે ખાવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.
ચ્યવનપ્રાશ નું નિયમિત સેવન કરવાથી જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા તો તેને ઠંડી વધારે લાગતી હોય તો સૌથી પહેલા તેને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે.
ચ્યવનપ્રાશ ખાવાના ફાયદા :
- ચ્યવનપ્રાશનું સેવન શરદી-ખાંસી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે અને તે ઈમ્યૂનિટી પણ ઝડપથી વધારે છે.
- ચ્યવનપ્રાશ ખાવાથી ડાઈજેશન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન મજબૂત બને છે. સાથે જ કબજિયાતની સમસ્યામાં પણ લાભ થાય છે.
- ચ્યવનપ્રાશ ખાવાથી ફેફસાં સંબંધી રોગો થતાં નથી. સાથે અસ્થમા અને શ્વાસની તકલીફમાં પણ તે લાભકારી છે.
- ચ્યવનપ્રાશ ખાવાથી બાળકો અને મોટાઓ બધાંની મેમરી શાર્પ થાય છે અને બ્રેન ફંક્શન સુધરે છે. તેમાં રહેલાં હર્બ્સ બ્રેઇનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
- ચ્યવનપ્રાશ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલાં હર્બ્સ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.
- આયુર્વેદ મુજબ ચ્યવનપ્રાશ ખાવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે અને હાર્ટ સંબંધી રોગો થવાનો ખતરો પણ ઘટે છે.
- ચ્યવનપ્રાશ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડપ્રેશર પણ નોર્મલ રહે છે.